વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વિસ્તારના 80 જેટલા આરોગ્ય અધિકારી/કર્મચારીઓને કોરોના રસી (વેક્સિન) આપવામાં આવી હતી…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા સાહેબની હાજરીમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય અધિકારી/કર્મચારીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વાંકાનેર વિસ્તારના 80 જેટલા આરોગ્ય અધિકારી/કર્મચારીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ રસીકરણમાં દરેક અધિકારી-કર્મચારીએ રસપૂર્વક રસીકરણની પ્રક્રિયામાં ભાગ લઇ રસીકરણની પ્રક્રિયાને સફળતા પૂર્વક પાર પાડી હતી. આ સાથે જ રસી લીધા બાદ કોઇપણ અધિકારી/કર્મચારીઓને આડઅસર થયેલ ન હતી.

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત આ રસીકરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, વાંકાનેર બ્લોક હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસીયા, વાંકાનેર સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. ફાલ્ગુની ત્રિવેદી, આર.સી.એચ.ઓ. ડો. વિપુલ કારોલીયા, ડો. નિરવ વ્યાસ, ડો. હાર્દિક રંગપરિયા સહિતના આરોગ્ય અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી….

error: Content is protected !!