મોરબી જિલ્લાના ટંકારા ખાતે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ નવું બસ સ્ટેશન બનાવવા જાહેરાત સાથે જમીનની ફાળવણી કરવામાં આવી હતી જે મિલકત અંગે લગતા અરજદારો દ્વારા ટંકારા સિવિલ કોર્ટમાં દાવો માંડતા દાખલ નામદાર કોર્ટ દ્વારા આ દાવાના આખરી નિકાલ સુધી મનાઇ હુકમ આપવામાં આવ્યો છે….

ટંકારા રેવન્યુ સર્વે નંબર 736 ની જમીન તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા નવા બસ સ્ટેશન બનાવવા માટે ફાળવવામા આવેલ પરંતુ આ જમીનમાંથી રસ્તો નીકળતો હોવાની રજૂઆત સાથે રસ્તામાં અડચણ કે અટકાયત ન કરવા અંગે મુશરફઅલી અલ્તાફઅલી અને ચૌધરી સલીમભાઈ રસુલભાઈ દ્વારા ટંકારાની સિવિલ કોર્ટમાં એસ.ટી. કોર્પોરેશન સામે દિવાની દાવો દાખલ કરી આ દાવાના આખરે નિકાલ સુધી મનાઇ હુકમ આપવાની માંગણી કરી હતી.

વધુમાં વાદીઓએ જણાવ્યું કે તેઓએ આ જમીન અવેજ ચૂકવીને ખરીદી કરેલ છે અને પોતાની જગ્યા પર દુકાનોનું બાંધકામ કરેલ છે, જો એસટી કોર્પોરેશન તરફથી આ સમગ્ર જગ્યા પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો તેઓની મિલકતમાં આવવા-જવા માટેનો રસ્તો બંધ થઇ જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે….

આ દાવા અનુસંધાને ટંકારા સિવિલ જજ શ્રી પુંજાણી સાહેબ દ્વારા બંને પક્ષોને સાંભળી અને બંને પક્ષો તરફથી રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને વાદી મુશરફઅલી અલ્તાફઅલી અને ચૌધરી સલીમભાઈ રસુલભાઇ પોતાની મિલકતમાં અવર-જવર કરી શકે નહીં તે રીતે એસ.ટી કોર્પોરેશનની બાંધકામ કરવાની મનાઇ ફરમાવેલ છે.

તેમજ આ જગ્યામાં રસ્તાનો ઉપયોગ, ઉપભોગ કરવામાં એસ.ટી. કોર્પોરેશન હરકત, અડચણ કે અંતરાફ ન કરે તે મતલબનો એસટી કોર્પોરેશન વિરુદ્ધ મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ કામમાં વાદી તરફથી રાજકોટના સિનિયર એડવોકેટ આશિષ શાહએ રજૂઆતો કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

 

error: Content is protected !!