કોરોનાકાળની શરૂઆતમાં લોકો કોરોના વાયરસ અંગે મૂંઝવણ અનુભવતા હતા. ત્યારે સ્વ ડો. મનુભાઈ કોઠારી (સર્જન) અને ડો. બી. એમ. હેગડે (ફિઝિશિયન & કાર્ડીયોલોજીસ), આ બંને ડોક્ટરોએ આપેલા પ્રવચનો અને પુસ્તકોની માહિતી અને ડોકટરોના અનુભવો સૌના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

આ વિષય પર બંને નિષ્ણાતોના વિડીયો અને અનુભવોની વાત ગુજરાતના વિખ્યાત ડોક્ટરો સમક્ષ રજુ કરશે. જેમાં ડો. નીરવ શાહ (એમ.ડી.હોમિયોપેથ.-રાજકોટ), ડો. ઝાકીર હુસેનભાઇ માથકીયા (ફેમિલી ફિઝિશિયન-વાંકાનેર), ડો. તીવારી (આયુર્વેદાચાર્ય-પુના) અને ડો. નેહલ અનદાણી (હોમિયોપેથ -વાંકાનેર) નાગરિકોને માર્ગદર્શન આપશે…

આ કાર્યક્રમનું આયોજન સ્વ. જીવતીબેન સવજીભાઈ પડસુંબિયાના સ્મર્ણાર્થે રજનીભાઈ સવજીભાઈ પડસુંબિયા તથા ગાયત્રી શક્તિપીઠના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે. તેમજ ડો. મનુભાઈ કોઠારીનાં કેન્સર અને હૃદય રોગ વિશેનાં વિખ્યાત પુસ્તકો સ્વ. જીવતીબેન પડસુંબિયાનાં સ્મરણાર્થે ડો. નીરવ શાહ ની પ્રેરણાથી 50% રાહત દરે આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે, પણ આગોતરું રજીસ્ટ્રેશન જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે રજનીભાઇ પડસુંબિયા:- ૯૮૯૮૮ ૯૪૯૪૧, ડો. માથકીયા :- ૯૮૨૫૬ ૨૧૬૦૪, અશ્વિનભાઈ રાવલ :- ૯૪૨૮૨ ૯૭૯૭૮ અને ડો. નેહલબેન અનદાણી :- ૯૨૬૫૭ ૬૬૫૬૮નો સંપર્ક કરી શકાશે…

આ કાર્યક્રમ ગાયત્રી શક્તિપીઠ, વાંકાનેર ખાતે તારીખ ૧૪/૦૩/૨૦૨૧ને રવિવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે યોજાશે. આ કાર્યકમમાં માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે. સેનિટાઇઝેશનની વ્યવસ્થા સ્થળ પર રાખેલ છે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેઠક વ્યવસ્થા ગોઠવેલ હોવાથી મર્યાદિત બેઠકો જ ઉપલબ્ધ હોઇને આગોતરું રજીસ્ટ્રેશન જરૂરી છે….

 

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!