વાંકાનેર તાલુકાનાં જોધપર ગામની સીમમાંથી પસાર થતી પાણીની કેનાલ પાસે કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસ દ્વારા સ્થળ પર જુગારની રેડ પાંચ શખ્સોની રોકડ રકમ રૂ. 10,150 સહિત કુલ રૂ. 60,150 ના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રેડ દરમિયાન જુગાર રમતા અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ જતાં તેમની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં જોધપર ગામની સીમમાં પાણીની કેનાલ પાસે કોઈ શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટિમ દ્વારા સ્થળ પર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને જુગાર રમતા આઠમાથી ત્રણ જુગારી ભાગી ગયા હતા. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી મનોજ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા જાતે ભરવાડ (ઉ.વ. 32),

અશ્વીનભાઇ ઉર્ફે અશોકભાઇ નાથાભાઇ જોગરાજીયા(ઉ.વ. 35), સીંકદર ઉર્ફે સીકો અબ્દુલઅજીજ ખાન (ઉ.વ. 36), દિનેશ પ્રેમજીભાઇ રોજાસરા, (ઉ.વ. 32) અને સંજય ખીમજીભાઈ સરવૈયા (ઉ.વ. 29) સહિત પાંચ આરોપીઓની રોકડ રકમ રૂ. 10,150 સહિત કુલ 60,150ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

આ સાથે જ આ રેડ દરમ્યાન નાશી ગયેલા રણછોડ મેહુલ મુંધવા (રહે.નવા ધમલપર), રાઘવ ભરત મકવાણા (રહે.ભાટીયા સોસાયટી) અને જયંતિ નરશી પાડલીયા (રહે. હોલમઢ) સામે પણ ગુનો નોંધી તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!