દેશને આઝાદી અપાવવા માટે જેનો અમુલ્ય ફાળો રહ્યો છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા દેશના નાગરિકોમાં આઝાદી માટેની જ્યોત જલાવવા 12 મી માર્ચ, 1930ના રોજ મીઠાના કાનુનનો ભંગ કરવા માટે દાંડીયાત્રા યોજી હતી જેની યાદમાં આજે વાંકાનેરની શ્રી કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દાંડીયાત્રા યોજાઈ હતી…

વાંકાનેરની શ્રી કે. કે‌. શાહ વિદ્યાલય દ્વારા દેશના યુવાનોને દાંડીયાત્રા વિષે માહિતગાર કરવા અને યુવાનોમાં દેશદાઝ પ્રગટાવવાના ઉમદા હેતુથી આજે 12માર્ચનાં રોજ દાંડીકૂચનો કાર્યક્રમ યોજાયો હતો. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ સહિતના દાંડીયાત્રાના સ્વાતંત્ર્ય સેનાનીઓના વેશ ધારણ કર્યો હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ રામધુન ત્યાર બાદ ગાંધીજીએ દાંડીકૂચ વિશે સમજાવ્યું હતું અને ત્યાર પછી વિદ્યાર્થીઓની દાંડીકૂચ વાંકાનેર નગરમાં નીકળી હતી અને આઝાદી કૂચમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક હટાવો, ધરતી બચાવો ધ્યાનમાં રાખી મુખ્ય રસ્તા ઉપર પ્લાસ્ટિક ભેગું કરી અને નગરજનોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. આ સાથે જ દાંડીયાત્રામાં સ્વદેશી વાપરો, દેશ બચાવો વગેરે જેવા સુત્રો બોલ્યા હતા. યાત્રાના અંતે વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો હતો કે પોતે ખાદી અપનાવશે, પોતાના ઘરની આજુબાજુમાં સ્વચ્છતા જાળવશે તેમજ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખશે…

આ સાથે જ વિદ્યાર્થીઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં વરસાદ પડે ત્યારે ઘરે વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું, પાણીને જમીનમાં ઉતારવુ, માસ્ક બાંધવુ, ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરવું, ફરજોનું પાલન કરવું, પશુ-પક્ષીઓ પ્રત્યે અનુકંપા રાખવી વગેરે મુદ્દાઓ પર માહિતી આપી અને તેનાં પાલનના સંકલ્પો કર્યા હતા જે બાદ દાંડીયાત્રાની શાળાના મેદાનમાં પુર્ણાહુતી કરાઇ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય જયંતીભાઈ પડસુબિયા, ભુપતભાઈ છૈયા, વિશ્વેશભાઈ પંડ્યા અને સ્ટાફ ગણ એ ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!