માનસિક બિમાર હોવાનો ત્રાગ રચી આરોપીએ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો….: આરોપીએ વાંકાનેરમાં અન્ય જગ્યાએ પણ આવા કૃત્ય કર્યા હોવાનો દાવો, પોલીસ બનાવને હળવાશથી લેતી હોવાની પણ ચર્ચા…
વાંકાનેર શહેરના ચાવડી ચોક ખાતે આવેલ દાઉદી વ્હોરા સમાજની તૈયબી મસ્જિદમાં ગઈકાલ બપોરના સમયે એક પરપ્રાંતીય અસામાજિક તત્વો ઘુસી ગયો હતો જેણે માનસિક બિમારીનો ત્રાગ રચી મસ્જિદમાં ઘોકા વડે તોડફોડ કરી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી લોકોએ આ શખ્સને પકડી પોલીસ હવાલે કર્યો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ચાવડી ચોક ખાતે આવેલ દાઉદી વ્હોરા સમાજની તૈયબી મસ્જિદમાં ગઇકાલ બપોરના સમયે મનીષભાઈ શાહ(રહે. ગોપાલગંજ, બિહાર) નામનો પરપ્રાંતીય શખ્સ ઘૂસી આવ્યો હતો અને તેણે ઘોકા વડે મસ્જિદમાં બારી, બારીના કાચ, ઘડીયાર અને દરવાજાને તોડફોડ કરી નુકસાન પહોંચાડી ગાળો બોલી, હલ્લો મચાવી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો….
જેથી દેકારો થતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને માનસિક બિમાર હોવાનો ત્રાગ રચી કોમી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનાર આ શખ્સને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસને હવાલે કર્યો હતો જે બાદ પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 447, 427, 504 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
સાથે જ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ આરોપી દ્વારા બનાવ પહેલા વાંકાનેરની જોરાવરપીર દરગાહ ખાતે પણ આવું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને નિષ્ફળતા મળી હતી, જેથી પોલીસે હાલ આ દિશામાં પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે….
બાબતે પોલીસ દ્વારા આવી કોમી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનાર આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ ઉદાહરણ બેસાડવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7