વાંકાનેર તાલુકાના નેસડા-તીથવા ગામે રહેતા આદિવાસી ખેત મજુરનું પાણી ભરેલા વોકળામાં ડૂબી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નેસડા તીથવા ગામની સીમમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ધુમસિંગ જામસિંગ ચૌહાણ કોઈ કારણસર વોંકળામાં ડુબી ગયો હતો જેથી તેને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પોલીસે આ બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7