વાંકાનેર : સામે કેમ જોયું કહી ચાર શખ્સોએ બે મિત્રોને લમધારી નાખી છરી વડે હુમલો કર્યો….

0

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તાર ખાતે રહેતા બે મિત્રો જન્મદિવસના સેલિબ્રેશન માટે જઇ રહ્યા હોય દરમ્યાન એક શખ્સ સાથે સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદી ચાર શખ્સોએ મળી બે મિત્રો પર છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ઋત્વિકભાઈ જગદીશભાઈ સારલાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો જન્મદિવસ હોવાથી તે પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સાહેદ મુન્નાભાઈએ આરોપી મયૂર બાવાજીની સામે જોયુ હતું જે તેને સારું નહીં લાગતા તેણે તેઓની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદી યુવાન તેના મિત્ર સાથે જન્મદિવસની કેક કાપવા જતો હતો ત્યારે આરોપી હુસેન બ્લોચ, મયુર બાવાજી,

એજાજ મોવર અને સાહિલ ઉર્ફે બાબો યુસુફભાઈ અફ્રિદી (રહે. બધા મીલ પ્લોટ) ત્યાં આવીને ફરિયાદ યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારે હુશેન બ્લોચે છરી વડે ફરિયાદી યુવાનને જમણા ગાલ ઉપર એક ઘા ઝીંકી દીધો હતો જેથી તેના ગાલ ઉપર પાંચ ટાંકા આવેલ અને આરોપી સાહિલ ઉર્ફે બાબોએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો,

તેમજ બિસ્મિલભાઈને એજાજ મોવરે છરીનો ઘા માર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી સારવાર લીધા બાદ ઋત્વિક સારલાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7