રાજકોટ દૂધ સંઘ દ્વારા અકસ્માતમાં નિધન પામેલ ઢુવા ગામના દુધ ઉત્પાદકના વારસદારને દસ લાખનો વિમા કવચનો ચેક એનાયત કરાયો….

0

રાજકોટ ડેરી દ્વારા દરેક દુધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવની સાથો સાથ અકસ્માત વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે, જેમાં દૂધ ઉત્પાદકનું અકસ્માતે અવસાન થતા રૂા. ૧૦ લાખના અકસ્માત વિમાનું કવચ હેઠળ આજરોજ વાંકાનેર તાલુકાની ઢુવા દુધ ઉત્પાદક મંડળીના સભ્યનું આકસ્મિક નિધન થતાં તેના વારસદારોને વાંકાનેરના ધારાસભ્યશ્રી મહંમદજાવેદ પીરઝાદાના વરદ હસ્તે રૂ. ૧૦.૭૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો…..

રાજકોટ ડેરી સાથે જોડાયેલ ૪૦,૭૯૮ દૂધ ઉત્પાદકોને અકસ્માત વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે, જેમાંના વાંકાનેર તાલુકાની શ્રી ઢુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના દૂધ ઉત્પાદક સ્વ. મુનાભાઈ બાબુભાઈ સરૈયાનું અકસ્માતે દુઃખદ અવસાન થતા પરીવાર ઉપર આવી પડેલ દુઃખમાં સહભાગી બનવા વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવેદ પીરઝાદા, રાજકોટ ડેરીના ડીરેકટર રસુલભાઈ કડીવાર, અબ્દુલભાઈ બાદી,

મેનેજીંગ ડીરેક્ટરશ્રી વિનોદ વ્યાસ અને મોરબી જીલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ ગુલમામદભાઈ પરાસરાએ વિમાદારના પરીવારને સાંત્વના આપી અને વિમેદારના વારસદારને અકસ્માત વિમા ટવચ ક્લેઈમનો રૂ.10,75,000/-નો ચેક અર્પણ કર્યો હતો. આ તકે ઢુવા દૂધ મંડળીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઢુવા ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સંઘના અધિકારીઓ હાજર રહ્યા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7