હટી એન્ડ રન : વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત…

0

વાંકાનેર-મોરબી હાઈવે પર વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા નજીક પગપાળા પસાર થતા એક ૪૦ વર્ષીય યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પંચાસર રોડ પર નવાપરા વિસ્તારમાં રહેતા માલાભાઈ પેથાભાઈ સાગઠીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે, ફરિયાદીના દિકરા રમેશભાઈ માલાભાઈ સાગઠીયા (ઉ.વ. ૪૦, રહે-ભા.જાંબુડીયા) વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ગાયત્રી ચેમ્બરની સામે પગપાળા પસાર થઈ રહ્યા હોય દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતનું વાહન પુર ઝડપે ચલાવીને ફરિયાદીના દીકરા રમેશભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઇ ગયા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું…

આ ગંભીર અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇ નાશી ગયો હતો જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7