વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે રવિવારના રોજ ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…
આ નિદાન કેમ્પમાં સવારે 9 થી 1 દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ, વૃદ્ધાના ઉંમરના દાખલાનો કેમ્પ, કોવિડ ચેકઅપ નિદાન કેમ્પ, જેમાં આર.ટી.પી.સી.આર. (RTPCR) રીપોર્ટ તેમજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન કોવિડ વેકસીનેશન કેમ્પ યોજાશે…
આ કેમ્પમાં ડો. વી.બી. કાસુન્દ્રા, ડો.નરેશ બરાસરા, ડો.સાવન છત્રોલા, ડો.પ્રતિક રાવલ, ડો.સચીન ભીમાણી, ડો.જીજ્ઞેસ દેલવાડિયા, ડો.કિરણ ગોસાઇ, ડો.રાજદિપસિંહ ગોહેલ, ડો.રીમા કે. સચદેવ, ડો.દક્ષાબેન ધરોડિયા, ડો.નશરૂદીન માણસીયા, ડો.ફોરમ પરમાર સહિતના ડોક્ટરો સેવા આપશે તથા કેમ્પમાં મતદાર યાદી સુધારણા માટે માર્ગદર્શન, X-Ray, બ્લડ, યુરીન, ECG રીપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે તેમજ ડાયાબિટીશ અને બી.પી.નું નિદાન કરવામાં આવશે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe