વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં કળયુગની સાક્ષી આપતી ઘટના સામે આવી છે જેમાં ઘરના મોભી આધેડે પત્ની અને પુત્ર પાસે દુકાનના દસ્તાવેજ માંગતા પુત્ર તથા પત્નીએ મળી આધેડને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય મહમદઈકબાલ હુસેનભાઇ કાજીએ વાંકાનેર સીટી પોલીસમાં પોતાના પુત્ર અને પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ તેના દીકરા શાહરૂખ મહમદઈકબાલ કાજી અને પત્ની ફેમિદાબેન મહમ્મદઈકબાલ કાજી (રહે. બંને કુંભારપરા) પાસે પોતાની દુકાનના દસ્તાવેજ માંગ્યા હતા જે બંનેને સારું નહીં લાગતા દીકરા શાહરુખે ફરિયાદીને માથાના ભાગે પકડ વડે અને પત્નીએ સાવરણા વડે મૂઢ-માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

આ બનાવમાં આધેડની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી દીકરા અને ફરિયાદીની પત્ની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!