સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં ક્ષત્રિય સમાજના બે જુથો વચ્ચે અથડામણ : બંને પક્ષે ત્રણ-ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા, બંને પક્ષોની એકાબીજા સામે સામસામી ફરિયાદ…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામના બસ સ્ટેન્ડ પાસે ગઈકાલ સાંજના સમયે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ જુથ અથડામણ નું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં ક્ષત્રિય સમાજના બે જુથો વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં છ થી વધુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગામ તથા બસ સ્ટેન્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બનાવ બાદ બંને પક્ષોએ એકાબીજા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ પક્ષે ફરિયાદી મહાવીરસિંહ અભેસિંહ ઝાલા(ઉ.વ. 35, રહે. કણકોટ)એ આરોપી ૧). વિજયસિંહ ઉર્ફે વિજુભા જેઠુભા ઝાલા, ૨). બળવંતસિંહ જેઠુભા ઝાલા, ૩). છત્રસિંહ જેઠુભા ઝાલા, ૪). મજબુતસિંહ બળવંતસિંહ ઝાલા, ૫). કુલદીપસિંહ છત્રસિંહ ઝાલા, ૬). ધૃવરાજસિંહ વિજયસિંહ ઝાલા (રહે. તમામ રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત નવરાત્રીમાં ફરિયાદીએ પોતાના ગામ કણકણમાં ગત નવરાત્રીના ગરબીનું આયોજન કરેલ હોય જેમાં આરોપી વિજયસિંહ ઝાલાએ બાકીમાચ ફાળો લખાવતા,

ફરીયાદીએ બાકી ફાળો લખવાની ના પાડતા આ બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગઈકાલ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ધોકા, પાઈપ, ધારીયા, તલવાર જેવા હથિયારો વડે ફરિયાદી અને સાહેદો પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી પક્ષે ફેક્ચર, મુઢ-માર સહિતની ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૫૦૪ ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ જ બનાવમાં સમાપક્ષે ફરિયાદી છત્રસિંહ જેઠુભા ઝાલાએ આરોપી (ઉ.વ. 58, રહે. રાજકોટ)એ આરોપી ૧). રાજેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા, ૨). મહાવીરસિંહ ઉર્ફે ધીંગુભા અભેસિંહ ઝાલા, ૩). રૂતુરાજસિંહ પધ્યુમનસિંહ ઝાલા, ૪). મુળરાજસિંહ રમુભા ઝાલા, ૫). અભેસિંહ જીવુભા ઝાલા, ૬). મહેન્દ્રસિંહ જીવુભા ઝાલા (રહે. બધા કણકોટ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ અને સાહેદો તેમના મુળ ગામ કણકોટ ખાતે અવાર નવાર આવતા હોય જે બાબત આરોપીઓને ગમતી ન હોય જેથી આરોપીએ ફરિયાદીને ‘ તમે ગામમાં કેમ આવો છો ?,

તમારે ગામમાં આવવાનું નથી ‘ તેમ કહી ફરિયાદી અને સાહેદો પર ગેરકાયદેસર મંડળી રચી પાવડાના હાથા, કુહાડી વડે હુમલો કરી ફેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૫૦૪ ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!