કર્મચારીને ‘ મશીન કેમ બંધ થઇ જાય છે ? ‘ કહી માર મારી હડધૂત કરતાં કારખાનેદાર વિરૂદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો…
વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા સીરામીક ફેકટરીમાં બેન્ડ ટાઇલ્સને કારણે વારંવાર ડિજિટલ મશીન બંધ થઈ જતું હોવાથી ફેકટરી માલિકે ડિજિટલ ઓપરેટરને ઓફિસમાં બોલાવી ‘ મશીન કેમ બંધ થઈ જાય છે ? ‘ કહી ત્રણ-ચાર જાપટ મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા બાબતે કારખાનેદાર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા સીરામીક ફેકટરીમાં કામ કરતા ડિજિટલ ઓપરેટર સંજયભાઈ નારણભાઇ ચાવડા(રહે. માટેલ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી સુજોરા કારખાનામાં ડિજીટલ ઓપરેટર હોય જેમાં બેન્ડ ટાઇલ્સના કારણે મશીન વારંવાર બંધ થઇ જતું હોય, જેથી સિરામિક ફેકટરી માલિક કીર્તિભાઈએ ફરિયાદીને ઓફિસમાં બોલાવી ‘ મશીન કેમ વારંવાર બંધ પડી જાય છે ? ‘,
કહી તારા કારણે અમારે કિલેનમાં ગેપ પડે છે તેમ કહી ફરિયાદીને ત્રણથી ચાર જાપટ મારી અને જાતિ પ્રત્યે અપમાનિત કરતા બાબતે સંજયભાઈએ આરોપી કારખાનેદાર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 323, 504, 506(2) તથા એટ્રોસીટી એકટ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1