મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલ ખરાબાના ખાડામાં સંતાડી રાખેલ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ વાંકાનેર નજીક પેટ્રોલિંગમાં હોય સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલ ભોજ્લીયા તરીકે ઓળખાતા ખરાબાના ખાડામાં દરોડો પાડી 900 લીટર દેશી દારૂ (કીમત રૂ 18,000)નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો…
પોલીસ ટીમની આ કામગીરી દરમ્યાન આરોપી રહીમ રાયધન મોવર(રહે. વિસીપરા, વાંકાનેર) સ્થળ પર હાજર નહિ મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2