વાંકાનેર તાલુકાના અમરધામ નજીક ડીજે ના તાલે રાસ રમતા રમતા એક યુવાનનો પગ અન્ય શખ્સને અડી ગયો હતો જેમાં થયેલ બોલાચાલી બાદ બે શખ્સોએ યુવાનને ગાળો આપી, માર મારી છરી વડે હુમલો કર્યો હતો જેથી આ બનાવમાં યુવાને બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશીપરા, સ્મશાન રોડ પર રહેતા રાહુલભાઈ રમેશભાઈ બારૈયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ અને તેમના સાહેદો તથા આરોપી ચિરાગ ગાંધી (રહે-માધાપર, મોરબી) અને ભોટીયો મોચી (રહે. રણછોડનગર, મોરબી) એમ બધા વાંકાનેર તાલુકાના અમરધામ નજીક સેવા કેમ્પમાં ડીજે સંગીતમાં રમતા હતા,
દરમિયાન ફરિયાદી રાહુલનો પગ આરોપી ચિરાગ ગાંધીને અડી જતા આરોએપી રાહુલને ગાળો આપી ચિરાગનું ઉપરાણું લઈને અન્ય આરોપી ભોટીયો મોચીએ રાહુલને ઢીકા પાટુંનો માર માર્યો હતો અને આરોપી ચિરાગ ગાંધીએ ફરિયાદી રાહુલને પકડી રાખીને આરોપી ભોટીયા મોચીએ છરી કાઢી ફરિયાદી રાહુલને જમણા પગમાં સાથળમાં છરીનો એક ઘા તથા જમણી સાઈડ પેટમાં પડખામાં એક છરીનો ઘા મારી હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….
બનાવ અંગે ફરિયાદી રાહુલે વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ચિરાગ અને ભોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2