વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સેટમેક સિરામીક ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતી વેળાએ મશીનના બેલ્ટમાં હાથ આવી ગયા બાદ પરિણીતાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી મહિલાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સેટમેક સિરામીક ફેકટરીમાં માટી ખાતામાં મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના નરવાણીયા ગામના વતની વર્ષાબેન નગીનભાઇ નાયકા (ઉ.વ. 32) કામ કરતા હોય ત્યારે મશીનના પટ્ટામા હાથ આવી જતા મહિલાને માથામા ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!