વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામની ગેલેક્સી-3 સોસાયટીમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં રાખેલ રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિતના મત્તાની ચોરી કરવામાં આવી હોવાનું જણાવા મળી રહ્યું હતું. બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચંદ્રપુર ગામની હદમાં આવેલ ગેલેક્સી-3 સોસાયટીમાં રહેતા ઉસ્માનભાઈ ફતેભાઈ ચૌધરીના મકાનમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા જેમાં ઘરમાં પડેલ રોકડ રકમ સહિતની ચોરી કરવામાં આવી હતી જેથી બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી તપાસ શરૂ કરી છે….

અત્રે ઉલ્લેખનીય છે કે ઉસ્માનભાઈને બાજુ બાજુમાં બે મકાનો આવેલ હોય જેમાં પરિવાર એક મકાનમાં સુતો હોય ત્યારે બાજુના ખાલી મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. હાલ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ પાછળ કોઈ જાણભેદુ જ હોવાની પુરી શક્યતા છે જેથી પોલીસે હાલ તે દિશામાં તપાસ શરૂ કરી છે…..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!