મોરબી-વાંકાનેર સહિત રાજ્યના 8 મહાનગરો અને 19 નગરોમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ રાત્રી કર્ફ્યૂ તા. 4 ફેબ્રુઆરી લંબાવવામાં આવ્યું…

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર આઠ મહાનગર અને 19 નગરોમાં લાદવામાં આવેલ રાત્રિ કર્ફ્યું અમલવારીની તારીખ લંબાવી 4 ફેબ્રુઆરી કરવામાં આવી છે…

હાલ ગુજરાતમાં આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર તેમજ સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર (નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.29 જાન્યુઆરીના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે, તે લંબાવીને તા 4 ફેબ્રુઆરી સુધીની કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!