વાંકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેરના સરતાનપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂ મળી આવી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તાલુકાના સરતાનપર રોડ નજીક સંસ્કાર સીરામીક સીટી ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા વિશાલભાઇ ગોરધનભાઇ કુનતીયા (ઉ.વ.22, રહે. વરડુસર)ને રોકી તલાશી લેતા યુવાનના પેન્ટના નેફામા છુપાવેલ એક બોટલ મેકડોલ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કી વિદેશી દારૂની (કી.રૂ. 375) મળી આવી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!