મહાવીરસિંહ ઝાલાએ પોતાના હોદ્દા પરથી આપેલ રાજીનામાનો પક્ષ દ્વારા અસ્વિકાર કરાતા તેઓ પુનઃ પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે, વિવાદનો અંત થતાં આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું…

વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ભરતસિંહ ઝાલાએ થોડાં દિવસો પહેલાં પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં વાંકાનેરના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો જે વિવાદનો આજે અંત આવ્યો છે. જેમાં પક્ષ દ્વારા તેમના રાજીનામાનો અસ્વિકાર કરાતા તેઓ પુનઃ પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે તેવી જાહેરાત કરી છે…

બાબતે થોડા દિવસો પહેલાં મહાવીરસિંહ ઝાલાએ અંગત કારણોસર વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખને લેટર લખી પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જેમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી જતાં અને પક્ષે તેમના રાજીનામાનો સ્વીકાર કરતાં સહર્ષ સાથે પક્ષનાં નિર્ણયને સ્વિકારી પુનઃ તેઓ પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે તેવી તેમણે જાહેરાત કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!