વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના નાગરિકો દ્વારા ગઇકાલે કોરોના વેક્સિનેશન બાબતે જાગૃત નાગરિકો અને ગામના આગેવાનોની હાજરીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઠારીયા ગામમાં 100% વેક્સિનેશન માટે નિશ્ચય કરવામાં આવ્યો હતો. જેની તમામ જવાબદારી હાજર આગેવાનો અને જાગૃત નાગરિકોએ લીધી હતી…
આ તકે કોઠારીયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલા, આરોગ્ય કર્મચારીઓ, ગામના આગેવાનો અને જાગૃત નાગરિકો પૈકી જગદીશભાઈ કોબીયા, હબીબભાઈ બાદી, જમાલભાઈ વકાલિયા, હંસરાજભાઈ કોબીયા, રણછોડભાઈ કોબીયા, વાલજીભાઈ, રસુલભાઈ શેરસિયા, અલાવદીભાઈ શેરસીયા, નરેન્દ્રસિંહ ઝાલા, હકાભાઈ કોબીયા,
અનિરુદ્ધસિંહ જાડેજા, રાનાભાઈ સાટકા, નજરુંદીન માથકીયા, અલીભાઈ વકાલિયા, મગનભાઈ જોગરજીયા, ગુલાબભાઈ વકાલિયા, મોહનભાઈ જોગરજીયા હાજર રહ્યા હતા અને કોઠારીયા ગામમાં સંપુર્ણ રસીકરણ થાય તેવી બાંહેધરી સાથે ગામમાં 100% રસીકરણ થાય તેવા પ્રયત્નો કરવા નિર્ણય લેવાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH