વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક કારખાનાની ઓરડીમાં યુવાને કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કોટો સેનેટરી કારખાનાની ઓરડીમાં રહેતા ભરતભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ. 37, રહે મુળ ગામ મેથાણા, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)એ ગઈકાલ રોજ કોઇ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN