વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બીપીએલ યોજના હેઠળ મકાન ધરાવતા એક શખ્સે આ જ ગામના અન્ય શખ્સોને આ મકાન વેચવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઈ અને યુવાન પર હુમલો કરી તેને માર માર્યો હતો જેથી યુવાનને આ બનાવની વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ ખાતે રહેતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવાને વાંકાનેરના કેરાળા ગામે મકાન બીપીએલ યોજનામાં મળેલું હોય જે વેચી નાખવા તેમના પિતાએ જણાવતા ઉકાભાઈએઆ મકાન વેચી ન શકાય તેવું કહેતા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા કેરાળા ગામના ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવાએ ‘ તું મકાન કેમ વેચતો નથી ‘ તેમ કહી યુવાનને બેફામ ગાળો આપી લાકડી વતી મુંઢ માર મારી ઇજા પહોંચાડી હતી…

આ બનાવ અનુસંધાને ભોગ બનનાર યુવાને કેરાળા ગામના રહેવાસી બંને આરોપીઓ સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!