વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનાના કુવામાં અકસ્માત પગ લપસતા પડી જવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ નેક ટાઇલ્સ સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો પૂનમચંદ છોટુરામ નામના ૨૯ વર્ષિય યુવાન કારખાનામાં આવેલ કુવા પાસે ઉભો હોય ત્યારે અચાનક અકસ્માતે પગ લપસી જતાં તે કૂવામાં પડી ગયો હતો જેથી તેનું મોત થયું હતું, જે બાદ યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!