વાંકાનેર તાલુકના સરતાનપર નજીકથી પસાર થતા એક ગેસ ભરેલ ટેન્કર ગોળાઈમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકનું ગંભીર ઈજાથી મોત થયું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ પાવર હાઉસ પાસે નેક્ષટાઇલ્સ સીરામીક કારખાના સામેથી ગઈકાલે પસાર થતા ગેસ ટેન્કર નં. KA 01 AM 5538ના ચાલકે ગોળાઈ વાળા રસ્તામાં પુર ઝડપે બે ફિકરાઈથી પોતાનું વાહન ચલાવતા ટેન્કર પલ્ટી મારી ગયું હતું, જેથી આ અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક માખનલાલ દેવરાજ વર્મા (ઉ.વ. 50, રહે. ઉત્તરપ્રદેશ)નું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0