વાંકાનેર શહેરના ગાયત્રી પરિવાર દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે ભાઈઓ તથા બહેનો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ બહેનો-ભાઈઓ વિનામૂલ્યે ભાગ લઈ શકે છે, જેના માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
આ રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજાશે જેમાં પ્રથમ 5 થી 15 વર્ષ સુધીનાં સ્પર્ધકો અને બીજા 15 વર્ષ થી ઉપરના સ્પર્ધકો માટે. આ બંને સ્પધૉમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર તથા પ્રથમ ત્રણ વિજેતાને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધા આગામી તા. 23/10/2021ને રવિવાર ના રોજ ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે બપોરે 2:00 થી 4:00 યોજાશે. જેમાં રજીસ્ટ્રેશન માટે મો. 9265066096 પર સંપર્ક કરવો…
રંગોળી સ્પર્ધાના નિયમો…
● સ્પર્ધકે પોતાની રંગોળી બે કલાકની સમયમર્યાદામાં એકલા હાથે પુરી કરવાની રહેશે…
● રંગોળી માટેના જરૂરી કલર તથા સાધનો સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે…
● રંગોળી મીંડા વાળી તથા ફ્રી-હેન્ડ વાળી કોઈ પણ બંનેમાંથી એક દોરી શકશે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0