શ્રીલંકામાં આર્થિક કટોકટી પર ચાલી રહેલા વિરોધ વચ્ચે આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબ્જો જમાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે દેશની હાલત કફોડી બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો છે કે રાજપક્ષે દેશ છોડી દેશે. વિરોધીઓ એક જગ્યાએ એકઠા થાય છે અને વાહનોના હોર્નિંગ કરતી વખતે રાષ્ટ્રપતિ અને સરકાર વિરુદ્ધ ‘GOTA GO GAMA’ના નારા લગાવે છે. તેમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને સત્તા છોડવા દબાણ કરવાનો હતો….
પ્રદર્શનકારીઓએ સાંસદ રજિતા સેનારત્નેના ઘર પર પણ હુમલો કર્યો છે. અગાઉ 11 મેના રોજ તત્કાલીન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સહપરિવાર ભાગી ગયા હતા. આ તરફ શ્રીલંકન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તથા ત્વરિત સમાધાન માટે પાર્ટીના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજી છે. વડાપ્રધાન વિક્રમસિંઘે સ્પીકર સમક્ષ સંસદ બોલાવવા અપીલ કરી હતી. શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી)ના 16 સાંસદોએ પત્ર લખીને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામુ આપવા જણાવ્યું છે…
પ્રદર્શનકારીઓએ કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ આવાસને બપોરના સમયે ઘેરી લીધું હતું. આ ઉપરાંત તેમણે રાજપક્ષેના સત્તાવાર આવાસ ખાતે ખૂબ જ તોડફોડ પણ કરી છે. વણસી રહેલા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માગણી સાથે સરકાર સામે પ્રદર્શનો જામ્યા છે….
શુક્રવારના રોજ શ્રીલંકામાં અનિશ્ચિત કાળ માટે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ પ્રમુખ ચંદના વિક્રમરત્નેએ શુક્રવાર રાતના 9:00 વાગ્યાથી રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI