ગારીયા ગામની સીમમાં આવેલ ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 12 રંગેહાથ ઝડપાયા, જ્યારે બે ફરાર…
વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી હોટલ પાછળ ઓરડીમાં કોઈ શખ્સો બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને રૂ. 1.74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે આ દરોડા દરમિયાન અન્ય બે આરોપીઓ નાસી ગયા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી હોટલની પાછળ ઓરડીમાં ઈકબાલભાઈ ગરાણા, અવિભાઈ કાઠી દરબાર અને પુષ્પરાજસિંહ વાળા ત્રણેય ભેગા મળી જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન સ્થળ પર જુગાર રમતા ૧). ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા (ઉ.વ.૩૫, રહે. બહારપુરા લાલશાબાપુની દરગાહ પાસે, ધોરાજી), ૨). સંજયભાઇ ઉર્ફે ચંદુ કાળુભાઇ જીડીયા, (રહે.ચોટીલા), ૩). કાનજી ઉર્ફે કાનો ખીમજીભાઇ સરવૈયા, (રહે.નવા ગારીયા), ૪). વિજયભાઇ ભરતભાઇ મકવાણા, (રહે.ચોટીલા), ૫). વિપુલભાઇ સાદુરભાઇ રોજાસરા, ૬). મકસુદભાઇ સતારભાઇ ગુર્જર, (રહે.ધોરાજી),
૭). અલ્ફાઝભાઇ હુશેનભાઇ ગરાણા (રહે. રહે.ધોરાજી), ૮). એજાઝભાઇ સલીમભાઇ મડમ સંધી (ઉ.વ.૨૫ રહે.ચોરડી તા.ગોંડલ), ૯). હનિફભાઇ અલારાખાભાઇ હોથી (રહે.આણંદરપર(નિકાવા), ૧૦). યાકુબભાઇ હુશેનભાઇ શેરસીયા (રહે.લાલપર), ૧૧). મનુભાઇ વીરાભાઇ પરમાર, (રહે.પીયાવા તા.ચોટીલા) અને ૧૨). સુનિલભાઇ કાળુભાઇ જીડીયા, (રહે.ચોટીલા) રંગે હાથે ઝડપાયાં હતાં, જ્યારે અન્ય બે આરોપી પુષ્પરાજસિંહ અગરસિંહ વાળા (રહે.ગારીયા) અને અવિભાઇ ગભરૂભાઇ ધાધલ (રહે.ચોટીલા) સ્થળ પરથી નાસી ગયા હતા…
મોરબી એલસીબી ટીમના આ દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. 43,000, મોબાઇલ ફોન નંગ-9 કિંમત રૂ. 36,000 તેમજ અલગ અલગ વાહનો કિંમત રૂ. 95,000 મળી કુલ રૂ. 1,74,000નો મુદ્દામાલ કબ્જે કરી કુલ 14 આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI