નવા ધમલપર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે શ્રી ગેલ માતાજીના મંદિરે રક્તદાન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….

0

આગામી બુધવારે પીર મશાયખ સાર્વજનિક ટ્રસ્ટ અને ગેલ ભવાની માનવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને જમણવાર યોજાશે…

વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે આવેલ શ્રી ગેલ માતાજીના મંદિર ખાતે પીર મશાયખ સાર્વજનિક ટ્રસ્ટ અને ગેલ ભવાની માનવ સેવા સમિતિ દ્વારા ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉપસ્થિત રહેનાર દરેક લોકો માટે બપોરે જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ કેમ્પનો લાભ લેવા વાંકાનેરના નાગરિકોએ અપિલ કરવામાં આવી છે….

આ તકે સર્વરોગ નિદાન કેમ્પમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટર મોહસીન સિપાઈ(એમ.ડી. ફિઝીશીયન) અને હાડકાંના ડો. રજનીક વોરા (એમ.એસ. ઓર્થો.) તથા માં હોસ્પિટલના પ્રસુતિ & સ્ત્રી રોગ નિષ્ણાત ડો. યાસીન ગઢીયા(એમ.ડી.) અને ડો. રિઝવાનાબેન ગઢીયા(એમ.ડી.) સેવા આપશે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI