વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે બે અલગ અલગ જુગારના દરોડા પાડી શ્રાવણીયો જુગાર રમતા 16 શખ્સોને ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

 

વાંકાનેર સીટી પોલીસ ટીમના પ્રથમ દરોડામાં પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના જિનપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ, ૨). સાગરભાઇ શામજીભાઇ સોલંકી, ૩). મેહુલભાઇ શામજીભાઇ સોલંકી, ૪). વીકીભાઇ રમેશભાઇ અધારા, ૫). મીલનભાઇ જયંતીભાઇ બારૈયા, ૬). સુનીલભાઇ રમેશભાઇ રાણેવાડીયા, ૭). નયનભાઇ મનસુખભાઇ સારલા અને ૮). નીરવભાઇ કાન્તીભાઇ ગોસ્વામીને રોકડ રકમ રૂ. 12,050 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર સીટી પોલીસ ટીમ ના બીજા દરોડામાં વાંકાનેર શહેરના અમરનાથ સોસાયટી ખાતે જાહેરમાં જુગાર રમતા ૧). રોહીતભાઇ બુટાભાઇ મુંધવા, ૨). રાજદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા, ૩). યશભાઇ અજયભાઇ જોબનપુત્રા, ૪). દીપકભાઇ પ્રવીણભાઇ સોલંકી, ૫). વીરલભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ, ૬). ધવલગીરી વિનોદગીરી ગોસ્વામી, ૭). સાગરભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ અને ૮). ભાવેશભાઇ જયશુખલાલ પાટડીયાને રોકડ રકમ રૂ. 14,150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!