વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી એમ. એચ. જે. એસ. એસ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન, ગાયન સ્પધૉ, વાદન સ્પધૉ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો…

આ કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧). ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે તલસાણીયા પૂજા, બીજા નંબરે બાટીયા સ્વાતિ, ત્રીજા ક્રમે પંડયા સુરભી, ૨). કવિ સંમેલનમાં પ્રથમ ક્રમે ફંગલિયા મનીષા, બીજા ક્રમે આયુબી નિગાર, ત્રીજા ક્રમે શૈખ ઝૈબાખાતુન, ૩). ગાયન સ્પધૉમાં પ્રથમ ક્રમે વળાવિયા મહેરાજ,બીજા ક્રમે ઝાલા હિરલબા, ત્રીજા ક્રમે જાડેજા ઋત્વીબા, ૪). વાદન સ્પધૉમાં પ્રથમ ક્રમે પંડ્યા હિરવા, બીજા ક્રમે ઝાલા ગોપીબા અને ત્રીજા ક્રમે જોષી ધ્યાની આવી હતી.

આવી જ રીતે માધ્યમિક વિભાગની ૧). ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે દેકાવડિય અલ્પા, બીજા ક્રમે ખલીફા શુહાના, ત્રીજા ક્રમે હાથી અરવા, ૨). કવિ સંમેલનમાં પ્રથમ ક્રમે ઝાલા અદિતિબા, બીજા ક્રમે તાવિયા સંજના, ત્રીજા ક્રમે પરજીયા કિંજલ, ૩). ગાયન સ્પધૉમાં પ્રથમ ક્રમે વોરા જીજ્ઞાશા, બીજા ક્રમે ભુરીયા સંજના, ત્રીજા ક્રમે ભુરીયા રવિના, ૪). વાદન સ્પધૉમાં પ્રથમ ક્રમે ઝાલા રાજેશ્રીબા, બીજા ક્રમે લામકા શિલ્પા, ત્રીજા ક્રમે બંભવા નેન્સી
૫). નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઝાલા કિંજલબા, બીજા ક્રમે વોર જીજ્ઞાશા, ત્રીજા ક્રમે વોર તુલસી
૬). વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઝાલા કિંજલબા ,બીજા ક્રમે બાવણીયા મીના અને ત્રીજા ક્રમે ખોખર સિમરન આવી હતી…

આ સમગ્ર સ્પધૉઓમાં ઉચ્ચત્તર માઘ્યમિક વિભાગમાં નિર્ણાયક તરીકે શિક્ષક હંસાબેન, સર્જુબેન, ઘર્મિષ્ઠાબા અને માધ્યમિક વિભાગમાં શિક્ષક રેખાબેન, ગીતાબેન, મીનાકક્ષીબેનએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ડો. ગીતાબેન જી. ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!