લંગરમા સતત ખડેપગે રહી સેવા પુરી પાડતા મુસ્લિમ બહેનો અને ભાઈઓની કમીટીના સભ્યો…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં દરેક મુસ્લિમ તહેવારો દરમ્યાન લંગર(ન્યાઝ)નું આયોજન કરવામાં આવે છે, જેમાં હાલ ચાલતા પવિત્ર મોહરમ તહેવાર નિમિત્તે છેલ્લા આઠ દિવસથી સમાજસેવક અફઝલભાઈ લાખા અને આ વિસ્તારના મુસ્લિમ ભાઈઓ તથા બહેનો દ્વારા સાંજના સમયે ઈમામ હુસૈનની યાદી આમ ન્યાઝ(લંગર)નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ‌ બહોળી સંખ્યામાં નાગરિકો લે છે…

દર વર્ષની માફક આ વર્ષે પણ ભાઇઓ તથા બહેનોની કમીટી દ્વારા લંગર સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા આઠ દિવસથી આ સેવા અવિરતપણે ચાલુ છે. આ લંગર સેવામાં આવતા તમામ નાગરિકોને ભરપેટ ભોજન કરાવવામાં આવે છે, સાથોસાથ ઘરના સભ્યો માટે પણ ભોજન આપવામાં આવે છે, જે આ સેવાની ખાસિયત છે….

વિડિયો સમાચાર જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરી…

https://fb.watch/eLMhAvG4fE/

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!