સમગ્ર વિસ્તારમાં સચરાચર વરસાદથી નદી-નાળા છલકાયા, મચ્છુ 1 ડેમની સપાટી 33.96 ફુટે પહોંચી…

થોડા સમયના વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં આજે ફરી મેઘરાજાની પધરામણી થઇ છે, જેમાં સાંજના ચાર વાગ્યાથી સમગ્ર વાંકાનેર વિસ્તાર પર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેના કારણે મોટાભાગના નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. આજે સાંજે 4 થી વાગ્યા સુધીમાં વાંકાનેર વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે….

ખેડૂતોની પ્રાથના સાંભળી આજે વાંકાનેર વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં માત્ર ચાર કલાકમાં જ 56 મીમી એટલે કે બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ વાંકાનેર વિસ્તારમાં સીઝનનો કુલ 350 મીમી વરસાદ નોંધાયો છે. મચ્છુ 1 ડેમની વાત કરીએ તો આજના દિવસમાં ડેમ સાઈડ પર કુલ 45 મીમી વરસાદ નોંધાયો છે જેથી ડેમની સપાટી 33.96 ફુટે પહોંચી ગઈ છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!