વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતા અને રીક્ષા ચલાવતો એક યુવાન ભાડાંના પૈસાની ઉઘરાણી કરવા ગયો હોય ત્યારે તેણે પોતાની રીક્ષા આરોપીના ઘર પાસે પાર્ક કરતા, આરોપીઓએ રીક્ષા તેના ઘર પાસે પાર્ક કરવાની ના પાડી લાકડી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાત્રાળનગર સિંધાવદર ગામ ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ગોપાલભાઇ મેશનભાઇ ચારોલીયાએ આરોપી શાંતીલાલ ગગજીભાઈ ચારોલીયા અને રાજેશભાઈ ગગજીભાઈ ચારોલીયા(રહે. બંને ગાત્રાળનગર) સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી બે દિવસ પૂર્વે રીક્ષા ભાડાની ઉઘરાણી કરવા ગયા હોય ત્યારે ઉપરોક્ત આરોપીના ઘર પાસે તેણે રીક્ષા પાર્ક કરતા બન્ને આરોપીઓએ અહીં રીક્ષા પાર્ક ન કરવી તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો..

જે બાદ ઉશ્કેરાયેલા બંને આરોપીઓએ ફરિયાદી ગોપાલભાઇ પર લાકડી વડે હુમલો કરી ઢીકા પાટુનો મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!