વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે સીટી પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડા રૂ. 12,150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના કો. દિવ્યરાજસિંહ ઝાલા તથા કૃષ્ણરાજસિંહ ઝાલાને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં શેરી નં. ૦૧ ખાતે રામાપીરના મંદિર પાસે દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૧). દેવીદાસભાઇ દયારામભાઇ દુધરેજીયા(ઉ.વ. ૪૫),

૨). ખેગારભાઇ છનાભાઇ પાડલીયા(ઉ.વ.૨૭), ૩). મેરૂભાઇ દેવશીભાઇ પાડલીયા(ઉ.વ.૩૮), ૪). હુશેનભાઇ હારૂનભાઇ માકવાણી(ઉ.વ.૪૧) અને ૫). પ્રકાશભાઇ મણીભાઇ બારભાયા(ઉ.વ.૫૦) ને રોકડ રકમ રૂ. 12,150 સાથે ઝડપી પાડી પાંચેય આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર સીટી પોલીસ ટીમનાઈ આ કામગીરીમાં પીઆઇ એન. એ. વસાવા, હેડ કો. યશપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, કો. તાહજુદીનભાઇ શેરસીયા, કૃષ્ણરાજસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!