ધંધુકામાં બનેલ બનાવ બાદ હાલ કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર કોમી વૈમનસ્ય પેદા થાય તેવી ભડકાઉ પોસ્ટ મૂકી રહ્યા હોવાનું મોરબી પોલીસના ધ્યાને આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા તત્વો સામે જાહેર ચેતવણી આપતા આવાં સોસીયલ મિડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર રાખી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સજ્જતા દર્શાવી છે…

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, થોડા સમય અગાઉ અમદાવાદ જીલ્લાના ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનેલ છે, જે બનાવ બાબતે અમુક તત્વો દ્વારા જાહેર સુલેહ તથા શાંતી ડહોળવા અને કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાવ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી જાહેર શાંતીને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે…

જેથી કોઇ પણ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતી કરશે અથવા કોઇપણ વ્યકિત મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મોરબી જીલ્લાના સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્રારા વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટવીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ સાઇટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતીઓ કરતા ઇસમો ઉપર સતત બાજ નઝર રાખવામાં આવી રહેલ છે. જો કોઇ વ્યકિત આવી પ્રવૃતી કરતા માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ નોંધ લેવા જણાવાયું છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

error: Content is protected !!