વાંકાનેર ખાતે શિક્ષકોની ભરતી માટે સરકાર દ્વારા સત્વરે TET/TAT પરિક્ષા યોજવા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ….

0

ગુજરાત સરકાર દ્વારા અગાઉ સમયાંતરે શિક્ષક ભરતી માટેની TET/TAT પરિક્ષાઓનુ આયોજન કરવામાં આવતું હોય, જેમાં છેલ્લા ઘણા સમયથી આ બંને પરિક્ષા ન યોજાતા શિક્ષક બનવાની આકાંક્ષા ધરાવતા ઉમેદવારો શિક્ષિત બેરોજગારો બની ગયા છે, જેથી સરકાર દ્વારા ઝડપથી આ બંને પરિક્ષાઓનું આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી…..

બાબતે બંને પરિક્ષાની રાહ જોત ઉમેદવારોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી માટે TET/TATની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, ત્યારે છેલ્લે 2017માં TETપરીક્ષા અને 2019માં TAT પરીક્ષા યોજાઈ જે ખરેખર દર વર્ષે યોજાવી જરૂરી છે, કારણ કે દર વર્ષે હજારો વિધાર્થીઓ B.ed/D.El.Ed. નો અભ્યાસ પૂર્ણ કરે છે,

જે તમામ ને શિક્ષક બનવાની તક ત્યારે જ મળશે જ્યારે TET/TAT નું દર વર્ષે આયોજન કરવામાં આવે. આમ ગુજરાતમાં હાલ છેલ્લા પાંચ વર્ષમાં B.ed/D.El.Ed. કરેલ 2 લાખ જેટલા વિધાર્થીઓ TET/TAT ની પરીક્ષાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે, ત્યારે સત્વરે સરકાર દ્વારા TET/TAT ની પરીક્ષા યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl