વાંકાનેર વિસ્તારમાં જુગારના પાંચ દરોડામાં રૂ. 1.59 લાખના મુદ્દામાલ સાથે 26 પત્તાપ્રેમી ઝડપાયાં, આઠ ફરાર….

0

વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ દ્વારા વાંકાનેર વિસ્તારમાં જુગારના અલગ અલગ પાંચ દરોડા પાડી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 26 પત્તા પ્રેમીઓને રંગે હાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય છ શખ્સો ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે કુલ રૂ. 1,59,020 નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

1. હસનપર ગામ ખાતે મેઈન શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા બે ઝડપાયાં, પાંચ ફરાર…

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે હસનપર ગામની મેઈન શેરીમાં સ્ટેટ લાઈટના અજવાળા જુગાર રમતા ૧). નવઘણભાઈ ગાડુંભાઈ રીબડીયા તથા ૨). ગણેશભાઈ દિનેશભાઈ દલસાણીયાને એક બાઈક અને રોકડ રકમ સહિત કુલ રૂ. 46,180 સાથે ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન નાસી છૂટેલ આરોપી ૩). લાલજીભાઈ જેરામભાઈ દલસાણીયા, ૪). સુરેશભાઈ ડાભી, ૫). મહેન્દ્ર ઉર્ફે પાજી સરદારજી, ૬). ભાવિનભાઈ કોળી, ૭). વિજયભાઈ મનસુખભાઈ પરસોંડા સહિત તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

2. રાતીદેવરી ગામ ખાતેથી જુગાર રમતા એક ઝડપાયો, ત્રણ ફરાર…

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રાતીદેવરી ગામના હરીજનવાસ, સ્મશાન પાસે ચોકમાં દરોડો પાડી જુગાર રમતા ૧). પ્રવિણસિંહ દિલુભા ઝાલાને રૂ. 13,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય ફરાર આરોપી ૨). જયસુખભાઇ ગોવિંદભાઈ વોરા, ૩). દેવશીભાઈ ગોવિંદભાઈ વોરા, ૪). રમેશભાઈ ગોવિંદભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

3. વાંકાનેર શહેરના ભરવાડપરા માંથી જુગાર રમતા ચાર ઝડપાયાં….

વાંકાનેર શહેર પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભરવાડપરા શેરી નં. ૪ ખાતે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). બીજલભાઈ મોમભાઈ ફાંગલીયા, ૨). લક્ષ્મણભાઈ દેવાભાઇ ગમારા, ૩). રતાભાઈ રવાભાઈ ડાંગર, ૪). વિપુલભાઈ નાજાભાઈ ગોહેલને રોકડ રકમ રૂ. 11,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

4. મેસરીયા ગામની સીમમાંથી જુગાર રમતા નવ ઝડપાયાં…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ખાનગી પેટ્રોલિંગમાં હોય દરમિયાન મેસરીયા ગામની છીપેળાવારી સીમમાં પહોંચતા ત્યાં વાડીના શેઢે લાઇટના અજવાળે જુગાર રમતા ૧). પ્રવિણભાઇ ભોપાભાઈ રાઠોડ, ૨). સાગરભાઈ વિનુભાઈ રાઠોડ, ૩). મનસુખભાઈ ચોથાભાઈ રાઠોડ, ૪). સંજયભાઈ છગનભાઈ રાઠોડ, ૫). દિનેશભાઈ માવજીભાઈ કુમખાણીયા, ૬). લાખાભાઇ મનુભાઈ મેવાડા, ૭). જગદીશભાઈ વિનુભાઈ રાઠોડ, ૮). વિક્રમભાઈ છગનભાઈ રાઠોડ, ૯). નવઘણભાઈ વિશાભાઈ રાઠોડ ને કુલ રૂ. 14,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

5. સિંધાવદરના ગાત્રાળનગર ખાતેથી જુગાર રમતા દસ ઝડપાયાં…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સિંધાવદર ગામના ગાત્રાળ નગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળા જુગાર રમતા ૧). પ્રવિણભાઇ ખીમાભાઈ બાંભવા, ૨). રામજી ઉર્ફે સંજયભાઈ નવઘણભાઈ ફાંગલીયા, ૩). દિનેશભાઈ ઉર્ફે ઘોઘાભાઈ જગજીવનભાઇ ચાવડા, ૪). દિપકભાઈ મગનભાઈ મકવાણા, ૫). મનોજભાઈ ઉર્ફે ભુપી પ્રેમજીભાઈ સિતાપરા, ૬). ભરતભાઈ નવઘણભાઈ ફાંગલીયા, ૭). રાયમલભાઈ રણછોડભાઈ ફાંગલીયા, ૮). રાયધનભાઈ દેવાભાઇ બાંભવા, ૯). કિશોરભાઈ ચંદુભાઈ સાકરીયા, ૧૦). રામજીભાઈ ઉર્ફે બાબો ટીનાભાઈ દંતેસરીયાને રોકડ રકમ રૂ. 72,990 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl