વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન તથા મોટો સ્લીમ સીરામીક કારખાના વચ્ચે કાચા રસ્તા ઉપર ટ્રક ચાલકે બાઈક સવારને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ખોડિયાર સોસાયટીમાં રહેતા અશોકભાઈ કેશવજીભાઈ જીવાણી(ઉ.વ. ૫૦) નામના સિરામિક વેપારી ગઈકાલે પોતાના બાઈક પર હાર્ડવેરનો સામાન ખરીદી કરવા જતાં હોય ત્યારે સરતાનપર રોડ ઉપર આવેલા મોટો સ્ટોન તથા મોટો સ્લીમ સીરામીક કારખાના વચ્ચે કાચા રસ્તા પર અચાનક એક ટ્રક નં. GJ 12 AW 7086 આડો ઉતરી અને તેમના બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો..

આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક અશોકભાઈ પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જે બાદ ટ્રક ચાલક સ્થળ પર પોતાનું વાહન છોડી ફરાર થઈ ગયો હતો જેથી આ બનાવમાં મૃતકના મામાના દીકરા રસીકભાઇ દેત્રોજાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!