ગુજરાતનો પાણી પ્રશ્ન હલ : ડેમના ફુલ રિઝર્વીયલ લેવલ 138.68 મીટરમાંથી હાલ પાણીની સપાટી 135.65 મીટર…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમ પોતાની સંપૂર્ણ જળ સંગ્રહ ક્ષમતાના 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની જળ સપાટી 135.65 મીટરના પોઈન્ટ પર પહોંચી છે જે હાઈ એલર્ટ સ્ટેજ ગણાય છે…

સરદાર સરોવર ડેમનું ફુલ રિઝર્વીયલ લેવલ 138.68 મીટર છે, તે સ્તરે જળાશયમાં 9,460 mcm પાણી સંગ્રહ થાય છે અને તે સંપૂર્ણપણે ભરાઈ જાય છે. ગુરૂવારે બપોરના સમયે ડેમમાં 135.65 મીટર પાણી ભરેલું હતું જે 8,514 mcm કહી શકાય. આમ ડેમમાં હાલ તેની સંપૂર્ણ ક્ષમતાના 90 ટકા જેટલું પાણી સંગ્રહિત થયું છે….

હાલ ડેમના દરવાજાઓ ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે રીવર બેડ પાવર હાઉસ (RBPH) દ્વારા 44,568 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ નદીમાં પાણીની કુલ જાવક 5,44,568 ક્યુસેક છે. ઉપરાંત કેનાલ હેડ પાવરહાઉસ મારફતે કેનાલમાં 18,114 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ સાથે જ પાણીની કુલ જાવક 5,62,682 ક્યુસેક ( દરવાજા + RBPH + CHPH ) થાય છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!