વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં કાર ચાલકે કાવો મારી હડફેટે લેતા બાઇક સવાર દંપતી ઈજાગ્રસ્ત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે પર ફરિયાદી પ્રવિણભાઇ ધીરૂભાઇ ધાધલ અને તેમના પત્ની પ્રસનબેન પોતાના બાઈક નં. GJ 13 AS 9001 લઈને પસાર થઇ રહ્યા હોય દરમ્યાન પાછળ આવતી કાર નં. GJ 12 FA 0217ના ચાલકે પ્રવિણભાઈના બાઈકની જમણી બાજુથી સાઈડ કાપી એકદમ ડાબી બાજુ વાળી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો…

આ અકસ્માતમાં પ્રવિણભાઈ તથા તેમના પત્નીને શરીરે ઈજાઓ પહોંચી હતી જે બાદ કાર ચાલક પોતાનું વાહન લઇને ચાલક ફરાર થઈ ગયો હતો જેથી આ બનાવમાં ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ કાર ચાલક સામે આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪,૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!