વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે પોતાના ઘર પાસે રમતા એક પાંચ વર્ષીય બાળકને બાઈક ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરિયાદી મેહુરભાઇ તેજાભાઇ મુંધવાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, મહિકા ગામનાં ઝાંપા પાસે તેમનો પ્રપ્રૌત્ર લવ મુંધવા રમતો હોય ત્યારે હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. GJ 01 DH 9153 ના ચાલક આકાશ ગોરધનભાઇ ચાવડાએ ગંભીર બેદરકારી દાખવી બેફીકરાઈથી પોતાનું વાહન ચલાવી પાંચ વર્ષીય લવને અડફેટે લેતાં,

બાળકને માથાના પાછળના ભાગે તથા ડાબા હાથના કોણીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જે બાદ અકસ્માત સર્જીને બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી બાઇક ચાલક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!