મહામહિમ રાષ્ટ્રપતિ તથા ગુજરાતના રાજ્યપાલને વાંકાનેર મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…

રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાનાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા આઠ વર્ષના ઈન્દ્ર મેઘવાળ નામના બાળકને અલગ રાખેલા પાણીના મટકામાંથી તરસ છીપાવવા પાણી પીવા માત્રથી સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક અને શિક્ષકે બેરહેમી પૂર્વક માર મારતાં આ બાળકનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જે ઘટના અને ગુજરાતમાં પણ દલિતો પર થતાં અત્યાચારના વિરોધમાં આજરોજ વાંકાનેર દલિત સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી…

બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામમાં ગત તા. ૨૦ જુલાઈના રોજ શાળામાં અભ્યાસ કરતા ઈન્દ્ર મેઘવાળ નામના આઠ વર્ષના દલિત સમાજના વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું ગત તા. 13 ઓગસ્ટના રોજ નિધન થયું હતું જે ઘટના ખૂબ જ દુઃખદ છે.

આ સાથે જ ગુજરાતમાં પણ દલિતો પર અત્યાચારના ઉદાહરણ રૂપ દાખલાઓ આપી બાબતે તમામ ઘટનાઓમાં સરકાર દ્વારા માનવિય અભિગમ દાખવી તાત્કાલિક ન્યાય કરવામાં આવે અને આવી ઘટનાઓના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!