વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં કોરોનાના બે વર્ષ ઉર્ષની ફીકી ઉજવણી બાદ આ વર્ષે ઉર્ષની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે..…

વાંકાનેરની ઐતિહાસિક દરગાહ હઝરત શાહબાવા(રહે.) ખાતે રમઝાન ઈદના બીજા દિવસે કરવામાં આવતી ઉર્ષની પરંપરાગત ઉજવણીમાં રમઝાન ઇદના બીજા દિવસે સવારે 10 કલાકે હઝરત શાહબાવાના ગાદી, તકિયા અને ધોકો(અશો)ની યાદી સ્વરૂપે વિશાળ ઝુલુસ વાંકાનેરના રાજમાર્ગો પર કાઢવામાં આવશે. જે શાહબાવા દરગાહ ખાતે પુરૂ કરી ત્યા ચાદર ચડાવી સલામ બાદ ન્યાઝ વિતરણ કરવામાં આવશે. જેથી આ ભવ્ય ઉજવણીમાં તમામ અકિદતમંદોને જોડાવા અપિલ કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!