મેરા દેશ યુહી મહાન નહીં…: સાંજે ટ્રેનમાં મુસાફરી કરતા મુસ્લિમ યુગલને રોઝુ ખોલાવતી અજાણ્યી હિન્દુ મહિલા, સવારે ફ્રી સહેરી કરાવતી ટ્રેન કેટરસ ટીમ….
દેશમાં રાજકીય દાવપેચો અને મતોના રાજકારણના કારણે વર્ષોથી હળીમળીને રહેતી બે કોમ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ મુદ્દાઓ પર અંતર વધી રહ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે પણ હજી દેશના લોકો વચ્ચે કોમી એકતાની કમી જોવા મળતી નથી, જેનો સુખદ અનુભવ વાંકાનેર કોંગ્રેસ અગ્રણી અને યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાને પરરાજ્યમાં મુસાફરી દરમિયાન થયો છે….
જેમાં વાંકાનેર કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા અને તેમના પત્ની તાજેતરમાં કોઈ કારણસર દિલ્હી ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ દિલ્હી-અજમેર ટ્રેનમાં તેઓ મુસાફરી કરી રહ્યા હોય દરમ્યાન તેઓ બપોરે ૧:૩૦ કલાકે અજમેર પહોંચવાના હઘય પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે ટ્રેન ૬ કલાક લેટ(મોડી) થતા તેઓ સાંજે ૭:૩૦ કલાકે અજમેર પહોંચવાના હતાં,
જેમાં બંને યુગલે રમઝાન માસનું રોઝુ રાખેલ હોય અને ઈફ્તારીનો સમય ટ્રેનમાં જ થતાં તેમની પાસે ઈફ્તારી માટે જરૂરી ભોજન ન હતું અને ટ્રેનમાં પણ કશું ન મળતાં તેઓ થોડા જ ભોજનથી ઈફ્તારી કરી રહ્યા હોય જે વાતની જાણ તેમની સાથે મુસાફરી કરી રહેલ દિલ્હીના મીસ. આકાંક્ષાને થતાં તેઓએ તેમની પાસે રહેલ ભોજનમાંથી તાત્કાલિક સેન્ડવીચ બનાવી અને મુસ્લિમ યુગલને ઈફ્તારી કરાવી કોમી એકતા અને માનવતાની દર્શન કરાવ્યા હતા…
આવી જ રીતે આ યુગલને અજમેરથી પરત ફરતી વેળાએ વહેલી સવારે ટ્રેનમાં સહેરી કરવાની વ્યવસ્થા ભોજનનો સમય ન હોવા છતાં કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર ટ્રેનના કેટરસ દ્વારા ફ્રીમાં કરાવી હતી. જેથી આ મુસ્લિમ યુગલને એક જ મુસાફરી દરમિયાન બે વખત દેશના નાગરિકોની માનવતા અને કોમી એકતાનો દર્શન થતા તેઓ ગદગદીત થઈ ગયા હતા. ઉપરોક્ત બનાવ કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા પોતાના ફેસબુક પર share કરેલ હોય જેનું અહિં સંકલન કરેલ છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7