વાંકાનેર તાલુકાના સતાપર ગામે મહિલા પ્રેરિત મયુર ડેરીનું તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર દ્વારા ઉદ્દઘાટન કરાયું…

0

પોતાના જન્મદિવસ નિમિત્તે મહિલા પ્રેરિત દુધ મંડળીનું ઉદઘાટન કરી મહિલા સશક્તિકરણ અભિયાનને વેગવાન બનાવાયું….

વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેર દ્વારા આજરોજ તેમના જન્મ દિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાના સતાપર ગામે મહિલા પ્રેરિત શ્રી નવા સતાપર મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી(મયુર ડેરી)નું ઉદ્દઘાટન કરી મહિલા સશક્તિકરણ નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું….

બહુમુખી પ્રતિભા ધરાવતા જીજ્ઞાસાબેવ મેર હાલ વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય તથા શાસક પક્ષનાં નેતા, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે, વાંકાનેર સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપનાં સંચાલક અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે,

વાંકાનેરમાં ભગવાન માંધાતા અને સંતશ્રી વેલનાથ બાપુનાં મંદિરનાં મુખ્ય સંચાલક તરીકે તથા વાંકાનેર તાલુકા ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. જેથી આજે તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડવા સતાપર ગામે મહિલા પ્રેરીત મયુર ડેરીનું ઉદઘાટન કરી અનોખી ઉજવણી કરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI