વાંકાનેર તાલુકાના મહીકા ગામે બે પરિવાર વચ્ચે મકાન બાબતે મનદુઃખ ચાલતુ હોય જેથી આ બાબતે બંને પરિવારો વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બંને પક્ષોએ એકા-બીજા પર તલવાર અને ધોકા વડે હુમલો કરી માર મારતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં જે બાદ બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા મોહનભાઇ ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડા (ઉ.વ. ૪૯)એ આરોપી રાજુભાઇ ખીમાભાઇ ચાવડા, પ્રકાશભાઇ નથુભાઇ ચાવડા, મોહનભાઇ જીણાભાઇ ચાવડા, મુકેશભાઇ નથુભાઇ ચાવડા, કનુભાઇ જીણાભાઇ ચાવડા, અનીલભાઇ કનુભાઇ ચાવડા, કાળુભાઇ કનુભાઇ ચાવડા અને હીતેષભાઇ નથુભાઇ ચાવડા (રહે. બધા મહીકા) સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે,આરોપી હીતેષભાઇ નથુભાઇ ચાવડા મહીકા ગામે તેઓના સમાજના સ્મશાનમાં બોર કરાવેલ તેમજ ફરીયાદીના મોટા બાપુના દીકરા કનુભાઇ માવજીભાઇ ચાવડાના મકાન બાબતે ફરીયાદી તથા આરોપીઓને મનદુઃખ ચાલતુ હોય,

જેનો રોષ રાખી ઉપરોક્ત આરોપીઓએ લાકડાના ધોકા તથા તલવાર જેવા હથીયાર ધારણ કરીને ફરિયાદી અને સાહેદોને માર મારી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે આધેડની ફરિયાદ પરથી આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

આજ બનાવમાં સામા પક્ષેથી મહીકા ગામે રહેતા ચંદ્રીકાબેન અનીલભાઇ ચાવડા (ઉ.વ.૨૦)એ આરોપી મોહન ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડા, સતપાલ મોહન ચાવડા, મનીશભાઇ મોહન ચાવડા, સંજયભાઇ ગીરીશભાઇ ચાવડા, રોહીતભાઇ ગીરીશભાઇ ચાવડા, કંચનબેન મોહનભાઇ ચાવડા અને ગીતાબેન ગીરીશભાઇ ચાવડા (રહે બધા મહીકા)ની સામે ફરિયાદ નોંધાવી છે કે, હિતેશભાઇ નથુભાઇને આરોપી મોહન ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડાના કૌટુંબિક કનુભાઇ માવજીભાઇ ચાવડાના મકાન બાબતે મનદુઃખ ચાલતુ હતું જેનો રોષ રાખી આરોપીઓએ તલવાર, લાકડી, ધોકા વડે ફરિયાદી તેમજ સાહેદો પર હુમલો કરી માર મારી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી તેમની પણ ફરિયાદ નોંધી આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!