વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં, એક ફરાર….

0

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નંબર-૪ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કિશનભાઇ અશોકભાઈ ખીરૈયા(ઉ.વ. ૨૮), શૈલાશભાઈ છનાભાઈ શંખેશ્વરીયા(ઉ.વ. ૨૭),

જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. ૨૯) અને મનોજભાઈ જગદીશભાઈ શંખેશ્વરીયા(ઉ.વ. ૩૨) રોકડ રકમ રૂ. 12,200 સાથે મળી આવ્યા હતા જ્યાં અન્ય એક આરોપી જીતો મેરૂભાઈ કોળી પોલીસને જોઇ નાસી જતાં તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI