વાંકાનેર શહેરના મીલ પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાનને સામે જોવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખીને પિતા-પુત્રએ બેટ અને લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જે બાદ યુવાને બંને પિતા-પુત્ર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારની ડબલચાલીમાં રહેતા કુમારભાઈ નવીનભાઇ ઉઘરેજા (ઉ.વ. ૨૦)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ક્રિષ્નાભાઈ શાંતિભાઈ પટેલ અને શાંતિભાઈ પટેલ(રહે. મિલપ્લોટ) સામે ફરિયાદ નોંધાવે છે કે, તેના મિત્ર મનજીભાઈએ આરોપી ક્રિષ્ના પટેલની સામે જોયું હતું,

જે બાબતનો ખાર રાખીને બંને પિતા-પુત્રએ ફરિયાદી પર બેટ અને લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેમાં યુવાનને મોઢા અને માથાના ભાગે ઇજા પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે બાદ યુવાને બંને પિતા-પુત્ર સામે વાકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!